મોરબી : મોરબીના મકનસર ગામે મકાનના તાળા તોળી તસ્કરોએ રૂ. ૪૦,૧૮૦ તેમજ મુદામાલની તેમજ દુકાનમાંથી ખાદ્યચીજોની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે તપાસ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકનસર ગામે વણકરવાસમાં રહેતા નિર્મળાબેન કમલેશભાઈ પરમારના ઘરને તસ્કરોએ નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો હતો.તસ્કરોએ ઘરના તાળા તોડીને સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ મળીને કુલ રૂ. ૪૦,૧૮૦ના મુદામાલની તસ્કરી કરી હતી. આ ઉપરાંત પરત ફરતી વેળાએ તસ્કરોએ દુકાનના તાળા તોળી તેમાંથી પણ ખાદ્યચીજોની ચોરી કરી હતી. બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.