કંડલા હાઇવે પર ચક્કાજામને પગલે વાહનોના થપ્પા લાગ્યા મોરબી : ટ્રક, ટ્રાન્સપોર્ટરોની હડતાળના આજે પાંચમા દિવસે મોરબીમાં મૌન રેલી યોજ્યા બાદ નારાજ ટ્રાન્સપોર્ટરોએ કંડલા હાઇવે પર ચક્કાજામ સર્જતાં વાહનોના થપ્પા લાગ્યા હતા. ટ્રાન્સપોર્ટરો દ્વારા જુદી જુદી માંગણીને લઈ દેશવ્યાપી હડતાલ પાડવામાં આવો છે ત્યારે આજે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજે મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ત્યાર બાદ રોષે ભરાયેલા ટ્રાન્સપોર્ટરો દ્વારા કંડલા હાઇવે પર જઈ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ટ્રાન્સપોર્ટરો દ્વારા કંડલા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવતા હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો અને બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.