ટંકારા : ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂ. ૨૦૬૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ રૂખડભાઇ કુઢીયા ઉ.વ. ૨૪ ,કિશોરભાઇ ગોવાભાઇ કુઢીયા ઉ.વ. ૨૯,લખનભાઇ વિઠલભાઇ કુઢીયા ઉ.વ. ૨૯, મહેશભાઇ ડુંગરભાઇ કુઢીયા ઉ.વ. ૩૮,વિજયભાઇ વિઠલભાઇ કુઢીયા ઉ.વ. ૨૦ રહે બધા ટંકારા દ્વારકાધીશ સોસાયટી વાળાઓને રૂ.૨૦૬૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.