તાલુકા પોલીસે ૫૦ હજારની રોકડ સાથે પાંચ શકુની ઝડપી લીધા મોરબી : મોરબીમાં શ્રાવણ માસ નજીક આવતા જ જુગારની મોસમ ખુલી છે ત્યારે તાલુકા પોલીસે મકનસર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ૫૦ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મકનસર ગામે મેઈન બજારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા શૈલેષભાઇ ગોવિંદભાઇ પુરોહિત, ઉવ.૨૫ ધંધો.રસોઇકામ રહે.હાલ રાતાવિરડા પ્રોટોન સિરામિક તા.જી.મોરબી મુળ રહે.ઇઢાટા તા.થરાદ જી.બનાસકાંઠા, જીલુજી ચતુરજી સોલંકી, ઉવ.૫૦ ધંધો.પ્રા.નોકરી રહે.હાલ.મકનસર ભક્તિનગર-૨ તા.જી.મોરબી મુળ રહે.કડી ભવાપુરા એરીયા તા.કડી જી.મહેસાણા, મુળજીભાઇ શંકરભાઇ પુરોહિત, ઉવ.૨૫ ધંધો.રસોઇકામ હાલ રહે.લેવિન્ટા કારખાનામાં પીપળી રોડ તા.જી. મોરબી મુળ રહે.ઇઢાટા તા.થરાદ જી.બનાસકાંઠા, કુલદિપભાઇ લાલજીભાઇ ગોહેલ, ઉવ.૩૪ ધંધો.વાણંદકામ રહે.મકનસર ભકતિનગર સોસાયટી શેરી-૨ તા.જી.મોરબી અને વિક્રમભાઇ રૂપરામભાઇ જોષી, ઉવ.૨૬ ધંધો.રસોઇકામ રહે.હાલ સલતાનપર રોડ રવિમેટ્રો કારખાનાની ઓરડી તા.જી.મોરબી મુળ ગામ.ભટાસણા તા.સુઇગામ વાળાને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. વધુમાં તાલુકા પોલીસે જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નસીબ આધારીત હારજીતનો જુગાર રમતા જુગાર રમતા આરોપીઓના કબજામાંથી ગંજીપાના પાના નંગ-૫૨ કી રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૫૦,૧૫૦/- ના મુદામાલ કબ્જે કરી જુગરધારાની કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો છે.