મોરબી : માળીયા પોલીસે બાતમીને આધારે અત્રેના કોળીવાસમાં દરોડો પાડી જુગાર રમતા ત્રણ શખસોને રૂપિયા ૧૦,૧૬૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. મોરબી જિલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા જિલ્લા પોલીસવડાએ આપેલી સૂચના અન્વયે માળીયા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથે ના પો.કોન્સ મહિપતસીંહ સોલંકીને ખાનગી રાહે હકિકત મળેલ કે માળીયા કોળી ગામ મા ખુલી જગ્યા મા અમુક માણસો પૈસાની હાર જીત નો જુગાર રમે છે. ઉપરોક્ત હકીકતને પગલે સાથેના સ્ટાફને માહીતગાર કરી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા ૩ ઇસમોને તાજમહમદ વલીમામદ કટીયા, ઉ.૩૫ રહે, કોળીવાસ માળીયા, ઇકબાલ મહમદભાઇ મોવર ઉ.૫૦ રહે,તાલુકાશાળની બાજુમા માળીયા, અને કરીમભાઇ જુમાભાઇ મોવર, ઉ.૫૫ રહે. સોનીબજાર માળીયા વાળાને જુગાર રમતા રોકડા રૂપીયા ૧૦૧૬૦ સાથે મળી આવતા તેઓની સામે ધોરણસર કાર્યવાહી કરી જુ.ધા. કલમ ૧૨ મુજબ નો ગુન્હો નોંધવામાં આવ્યો હોવાનું પીએસઆઇ જે.ડી.ઝાલાએ જણાવ્યું હતું.