બી ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૭૧ હજાર જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના સમાકાંઠે મહેન્દ્રનગરમાં જુગાર રમતા ૪ શખ્સોને પોલીસે રોકડ રૂ. ૭૧,૧૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે આવેલા માર્કેટ શોપિંગ સેન્ટરમાં જુગાર રમતા રાહુલભાઇ રમેશભાઇ વાઘડીયા ઉ.વ.૨૫ રહે.ઉમા ટાઉન શીપ મોરબી-૨, વિશાલભાઇ ઠાકરશીભાઇ ઉદરીયા રહે.ગોપાલ સોસાયટી મોરબી-૨, મહેશભાઇ જવેરભાઇ દેસાઇ ઉવ.૩૦ રહે. ઉમા ટાઉનશીપ મોરબી-૨ અને ધવલભાઇ ભીમજીભાઇ હરણીયા ઉવ.૨૬ રહે.રવાપર રોડ વિવેકાનંદ-૨ મોરબીને ઝડપી પાડવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી રોકડ રૂ. ૭૧,૧૮૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.