મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં કરિયાણું લેવા ગયેલા દલિત યુવાનને અજાણ્યા શખ્સોએ સ્ટમ્પે - સ્ટમ્પે માર મારતા ગંભીર ઇજાઓ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લાલપર ગામે રહેતો હર્ષદ ડુંગરભાઈ ઉ. ૩૪ નામનો યુવાન ગુરુવારે સાંજે સો ઓરડી નજીક કરિયાણું લેવા ગયો ત્યારે દશેક અજાણ્યા શખ્સોએ સ્ટમ્પે - સ્ટમ્પે માર મારતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલમાં લાલપરના આ યુવાનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ઘટના અંગે પ્રાથમિક કાગળો કરી રાજકોટ પોલીસે મોરબી પોલીસને મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.