મોરબી : મોરબીના સામાકાંઠે રામદેવપીર ચોક ખાતે જુગાર રમતા ૫ શખ્સોને બી ડિવિઝન પોલીસે રમ ૧૩,૩૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે પરશુરામ પોટરી પાસેના રામદેવપીર ચોક નજીક જુગાર રમતા રાજેશ ઉર્ફે રાજુ દિનેશ કોળી, અલ્તાફ અકબર સિપાઈ, સંદીપ બેચરભાઈ ચાઉ , નીતિન અરજણભાઈ શિયાળ સહિતનાને બી ડિવિઝન પોલીસ દ્વારા રૂ. ૧૩,૩૦૦ રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.