વીરપર ગ્રામપંચાયત અને જિલ્લા ભાજપનું સયુંકત આયોજન મોરબી : મોરબી જિલ્લા ભાજપ અને વીરપર ગ્રામપંચાયત દ્વારા વિરપર ગામમાં આશરે ૫૦૦ વૃક્ષોનું વાવેતર જુદા જુદા લોકેશનમાં કરવામાં આવ્યું હતું. વૃક્ષના વાવેતરના અંતે હાજર તમામ લોકો માટે નાસ્તો અને ચા પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્ય ને સફળ બનાવવા માટે સિરામિક અને અન્ય ઉધોગકારો હાજર રહ્યા હતા. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઓરપેટ ગ્રુપના પ્રવિણભાઇ, એલ ગૃપનાં પરેશભાઇ ઘોડાસરા અને રજનીભાઇ તથા જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઇ ગડારા અને ફોરેસ્ટર કુંડારીયા, સીરામીક ઉદ્યોગના આગેવાનો નિલેશ જેતપરીયા, હરેશ બોપલીયા પણ હાજર રહ્યા હતા. મોરબી ના ઉધોગકારો પર્યાવરણ ના જતન માટે દર વર્ષે વૃક્ષારોપણ ના કાર્યક્રમ કરે છે. ત્યારે લોકો એ પણ આગળ આવી જે જે જગ્યાઓ ખાલી હોય ત્યાં વૃક્ષારોપણ કરવું જોઇયે કારણ કે આજનું વાવેલ તરૂ આવતા સમયમાં વટવૃક્ષ બનશે અને ગ્લોબલ વોર્મીંગ જેવી આવનાર સમસ્યા મા તે જ બચાવશે ત્યારે શાસ્ત્રોમાં પણ છોડમા રણછોડ વસતા હોવાની વાતો રહેલી છે ત્યારે પ્રતિજ્ઞા કરીએ કે આ વરસે ઓછા મા ઓછા ૧૦ વૃક્ષો વ્યક્તિગત અને એક એક ફેક્ટરી ૧૦૦-૧૦૦ વૃક્ષો વાવીએ. તેવો સંદેશો કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યો હતો.