બી ડિવિઝન પોલીસે ૫, ૨૫,૯૫૦ ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા : બે ફરાર મોરબી : મોરબી બી- ડિવિઝન પોલીસે બાતમીને આધારે સામાકાંઠે આવેલી વસુંધરા હોટલમાં થતું વિદેશી દારૂ વેચવાનું કૌભાંડ ઝડપી લઈ ૫, ૨૫,૯૫૦ ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ બી - ડિવિઝન પીએસઆઇ આર. કે.ઝાલા, હેડ કોન્સ. એ બી જાડેજા, પી એમ પરમાર તથા જે કે ઝાલા, ક્રિપાલસીંહ ચાવડા, પો. કોન્સ. અંબાપ્રતાપસીંહ પી જાડેજા, ભરતભાઇ એસ હુંબલ, યશવંતસીંહ ઝાલા તથા વનરાજભાઇ ચાવડા સહિતના પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વસુંધરા હોટલમા ઇગ્લીશ દારૂનું વેચાણ ચાલુ છે જેથી હકિકત મળી હતી. હકીકતને આધારે વસુંધરા હોટલમાં રેઇડ કરતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૭૪ કિંમત રૂપીયા ૨૫૯૫૦/તથા વોકસ વેગન કાર જેની કિંમત રૂપીયા ૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કિંમત રૂપીયા ૫,૨૫,૯૫૦/-સાથે આરોપી (૧)જેન્તીભાઇ પુનાભાઇ કારેણા જાતે પટેલ ઉંવ ૫૫ ધંધો નોકરી રહે હાલ વસુંધરા હોટલ મોરબી-ર મુળ રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ સ્કુલ સામે (૨) દિપક ઉર્ફે કાંચા ઉદયસીંહ ઠકુરી ઉવ ૧૯, રહે હાલ વસુંધરા હોટલ મોરબી-ર મુળ કાફનકોટ તા મુંદેદેડા જી સુરખેત નેપાળ વાળા હાજર મળી આવતા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદેશી દારૂ વેચવામાં ભરતભાઇ અભાભાઇ બોરીચા રહે રાજકોટ અને રાજારામ જીતુરામ બીશ્નોઇ રહે મોરબી વાળાની સંડોવણી ખુલી હતી પરંતુહાજર નહી મળી આવતા મુદામાલ કબ્જે કરી બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]