એ - ડિવિઝન પોલીસ દ્વારા લોકોને જાગૃત રહેવા સૂચન : એટીએમના પિન નંબર પણ બદલી નાખવા સૂચન મોરબી : મોરબી શહેરમાં જુદા - જુદા બેન્ક ખાતા ધરકના એટીએમ મારફતે નાણાં ઉપડી જવાની ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ હજુ પણ એટીએમ ફ્રોડ થઈ રહ્યા હોય પોલીસ દ્વારા લોકોને જાગૃત રહેવા અનુરોધ કરાયો છે. મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરીના જણાવ્યા મુજબ એટીએમ ફ્રોડ મામલે સાયબર ક્રાઇમનો ગુન્હો દાખલ થયેલ છે. જેમાં ભોગ બનનાર ફરીયાદી તથા અન્ય સાહેદોના મળીને કુલ રૂ. પ, ૦પ, ૧૮૦/- રૂપીયા જુદા જુદા સમયે ભારતના જુદા જુદા શહેરોમાંથી જુદી જુદી બેન્કના એ.ટી.એમ. મશીન દ્વારા ઉપાડી કે ટ્રાન્સફર કરી લેવામાં આવેલ છે. અને હજુ પણ આ સીલસીલો ચાલુ રહેવા પામેલ છે. વધુમાં તપાસ દરમ્યાન એવી શંકા જણાઇ આવેલ છે કે મોરબીના સામા કાંઠાના કોઇ બેન્કના એ.ટી.એમ.માં જે તે વખતે કોઇ સક્રીમર ડીવાઇસ લગાડીને જે જે ગ્રાહકો એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલ ત્યારે તેમના એ.ટી.એમ.ના ડેટા સક્રીમીંગ ડીવાઇસ દ્વારા કોપી કરી લઇ અને તે ડેટા ઉપરથી કલોનીંગ કરી નવું ડુપ્લીકેટ એ.ટી.એમ. બનાવીને તેનો ઉપયોગ કરીને ઉપરોકત જણાવ્યા મુજબ ભોગ બનનારનાઓના નાણા ઉપાડી લેવામાં આવેલ છે. અને હજુ પણ આવા બનાવો રીપોર્ટ થઇ રહેલ છે. આ સંજોગોમાં મોરબી શહેર તથા આજુ બાજુમાં રહેતા તમામ બેન્ક એ.ટી.એમ., ક્રેડીટ કાર્ડ ધારકો પોતાના ૪ આંકડાનો પિન નંબર શકય તેટલું જલ્દી બદલી નાખે તો વધુ બનતા બનાવો અટકાવી શકાય તેમ છે. અન્ય કાયમી સુચના • જયારે બેન્ક એ.ટી.એમ.ની વિજિટ કરવામાં આવે ત્યારે એ.ટી.એમ. કાર્ડ મશીનમાં ઇન્સર્ટ કરતી વખતે એ.ટી.એમ. સ્લોટમાં અન્ય કોઇ ડીવાઇસ લાગેલ છે કે કેમ ? જો આવું ડીવાઇસ લાગેલ હશે તો બ્લીંકીંગ લાઇટ જોવામાં નહિ આવે. તો તે એ.ટી.એમ. નો ઉપયોગ કરવાનું ટાળવું અને નજીકના પોલીસ સ્ટેશન / બેન્કને જાણ કરવી. • એ.ટી.એમ.નો ઉપયોગ કરતી વખતે પિન નંબર નાખતી વખતે કી પેડ પર અન્ય કોઇ પાતળું લેયર તો લગાડવામાં આવેલ નથી ને ? તે જોવું તથા પિન એન્ટર કરતી વખતે બીજા હાથથી આડશ રાખવી. • સામાન્ય રીતે આવા સક્રીમીંગ ડીવાઇસ મોડી સાંજે અથવા વહેલી સવારે લગાડવામાં આવતા હોય છે. અને ખાસ કરીને ઓછી અવર જવર વાળા વિસ્તારમાં જયાં એ.ટી.એમ. હોય ત્યાં આવા ડીવાઇસ લગાડવામાં આવતા હોય છે. તેમજ જયાં બેન્ક દ્વારા એ.ટી.એમ. મશીન પર સીકયોરીટી ગાર્ડ રાખવામાં આવેલ ન હોય તેવા એ.ટી.એમ. પર ખતરો રહે છે.