મોરબી, માળિયા, ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ માં તાકીદે પાણી છોડવા રજુઆત કરતા સરકાર હકારાત્મક મોરબી: ઓણસાલ મોડા વરસાદને કારણે મોરબી માળીયા વિસ્તારના ખેડૂતો માટે તાકીદે નર્મદા કેનાલ વાટે પાણી છોડવા ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ કરેલી રજૂઆતને સરકારે હકારાત્મક રીતે જોઈ વહેલીતકે પાણી છોડવા સહમતી આપતા ધારાસભ્યની રજુઆત ફળી છે. પ્રાપ્ત વિગતો મુજબ માળિયા વિસ્તારમાં વરસાદ ખુબ ઓછો અને મોડો પડ્યો છે તે જોતા નર્મદા ની મોરબી માળિયા અને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતો ખરીફ પાક પૂરતો લઇ શકે તે માટે સિંચાઇ નું પાણી છોડવા ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ વખતો વખત રજુઆત કરી હતી જેને પગલે રાજ્ય સરકાર દ્વારા નર્મદા માંથી સુજલામ સુફલામ યોજના તળે સુરેન્દ્રનગર જીલ્લામાં સિંચાઇ નું પાણી છોડવા નિર્ણય કરેલ છે. વધુમાં મોરબી માળિયા ના ખેડુતો ને પણ સિંચાઇ નું પાણી નર્મદા ની બ્રાન્ચ કેનાલ દ્વારા તાકીદે મળી રહે તે જોવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ ખાસ અનુરોધ કરી વિગતે રજુઆત કરી પુનઃ તાકીદે કેનાલ માં પાણી છોડવા કરેલ માંગણી ને હકારાત્મક પ્રતિસાદ સાંપડયો હોવાનું ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું. આમ મોરબી - માળિયા ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ની મહેનત લેખે લાગવાની સાથે રજૂઆતને ખેડૂતોને ફાયદો મળે તેવા સંકેતો મળી રહ્યા છે.