મોરબી પરનું જળ સંકટ ટાળ્યું : મચ્છુ-૩ ડેમ ૩.૬૦ અને ડેમી-૨માં ૨ ફૂટ પાણી આવ્યું મોરબી : મોરબી પંથકમાં વરસાદના કારણે જિલ્લાના ડેમોમાં નવા નિરની આવક થઈ છે. જેમાં સૌથી વધુ મચ્છુ-૨ ડેમ ૧૧.૩૨ ફૂટની સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં કુલ ૪૬૭.૮૫ એમસીએફટી પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જેના કારણે મોરબી પર તોળાતું જળ સંકટ હાલ ચાર મહિના પૂરતું ટળી ગયું છે. મોરબી જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઈ છે. જેમાં મચ્છુ-૨ ડેમની સપાટી ૧૧.૩૨ ફૂટ અને પાણીનો જથ્થો ૪૬૭.૮૫ એમસીએફટી, મચ્છુ-૩ ડેમની સપાટી ૩.૬૦ ફૂટ અને પાણીનો જથ્થો ૩૩.૪૦૬ એમસીએફટી તેમજ ડેમી-૨ની સપાટી ૨ ફૂટ અને પાણીનો જથ્થો ૨૧ એમસીએફટી નોંધાયો છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='26955,26953,26958,26956']