માત્ર એક મત વધુ મળવાથી ભૂતપૂર્વ પ્રમુખ બન્યા કારોબારી ચેરમેન : જૂથવાદ ચરમસીમાએ હોવાનું ફલિત થયું ટંકારા : કોંગ્રેસ શાસિત ટંકારા તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું જોવા મળ્યું હતું. માત્ર એક મત વધુ મળતા કારોબારી ચેરમેનનું પદ ભૂતપૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભુપત ગોધાણીના શિરે ગયું છે. વિરોધ પક્ષ નથી એવી ટંકારા તાલુકા પંચાયત માં આજે કારોબારી ચેરમેન માટે દરખાસ્ત કરવામાં આવી હતી જેમા પ્રમુખ પદ માટે દબાયેલો જુથ વાદ આજે ચેરમેનની ચુંટણી વખતે સપાટી પર આવી જતા પક્ષનાજ સભ્ય સામ સામે ચુંટણી યોજાઈ હતી જેમા સમીતિ ના ૯ સભ્યો પૈકી જીવણસિહ ડોડીયાએ ભુપત ગોધાણી માટે દરખાસ્ત કરી હતી જ્યારે વિક્રમસિંહ જાડેજાએ ચેતન ત્રિવેદી માટે દરખાસ્ત કરતા ચુંટણી યોજાઈ હતી જેમાં કુલ ૯ સભ્યોમાથી બળીયા મનાતા ગ્રુપના ભુપત ગોધાણીને ૫ મત મળ્યા હતા અને સામે ચેતન ત્રિવેદી ને ૪ મત મળ્યા હોય એક મતે ઈ. ચા ટીડીઓ ભિમાણી એ ભુતપુર્વ પ્રમુખ ભુપત ગોધાણીને કારોબારી ચેરમેન તરીકે વિજેતા જાહેર કર્યા હતા. ત્યારે ૧૬ સભ્ય ધરાવતી પંચાયત મા બધા કોગેસ ના સભ્યો જ ચુટાયેલ છે અને હવે ચૂંટણી યોજાતા દબાયેલો જુથ વાદ બહાર આવ્યો છે અને આગળ ની ટર્મના પ્રમુખ કારોબારી બન્યા અને કારોબારી ચેરમેન પ્રમુખ બનતા માત્ર ખુરશી બદલી પંરતુ ચહેરા એજ રહ્યા ના ટોણા સાંભળવા મળી રહ્યા છે લોક ચાહના ધરાવતા અને કોંગ્રેસના દિગજ્જ નેતા સાથે અંગત સબંધ ધરાવતા ચેતન ત્રિવેદીને માત્ર ૧ મતે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ચેતનના ચક્રવ્યૂહને તોડવા ધારાસભ્ય પણ દોડ્યા હતા અને થોડી વાર માટે તો બધાના જીવપણ તાળવે ચોંટી ગયા હતા.