જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની રજુઆત સફળ નીવડી મોરબી : રાજ્ય સરકાર દ્વારા મોરબી પાલિકાને ડોર ટુ ડોર કચરો લેવા માટે ૨૭ ટીપરવાન અને ૬ ટ્રેકટર આપવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને પગલે અંતે પાલિકાને ૩૩ વાહનોની સોગાદ મળી છે. ત્યારે આ નવા વાહનોના આગમનની સાથે શહેરીજનોના મનમાં સવાલ ઉભો થયો છે કે હવે કચરો ઉપડશે ? મોરબી શહેરનો કચરો એકત્ર કરવામાં પાલિકાને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ત્યારે પાલિકાને ઘરે ઘરેથી કચરો કલેક્ટ કરવામાં સરળતા રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મોરબી પાલિકાને ૨૭ ટીપરવાન તેમજ ૬ ટ્રેકટર આપવામાં આવ્યા છે. અંતે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની રજુઆત સફળ નીવડી છે. રાજ્ય સરકારે મોરબી પાલિકાને ૩૩ વાહનો આપતા શહેરને સ્વચ્છ રાખવામાં સરળતા રહેશે. ત્યારે મોરબી નગર પાલિકા આ વાહનોનો સદુપયોગ કરીને ડોર ટુ ડોર કચરા કલેક્સનની ખોરંભે ચડેલી કામગીરી યોગ્ય રીતે કરે તે પણ અત્યંત જરૂરી છે.