મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે કબ્રસ્તાન રોડ પર પીપળાનું વૃક્ષ ધરાશાયી થયુ હતું. વૃક્ષ માથે પડતા વિજવાયર તૂટ્યા હતા. જેના કારણે આ વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હોવાનું સામે આવ્યું છે. મોરબીની વીસી હાઈસ્કૂલ પાછળ આવેલા કબ્રસ્તાન રોડ પર આજે પીપળાનું વૃક્ષ ધરસાયી થયુ હતું. વૃક્ષ માથે પડતા નીચે પડેલી બે રેકડીને નુકશાન થયું હતું. ઉપરાંત વિજવાયર પણ તૂટ્યા હતા. જેના કારણે આ વિસ્તારનો વિજપૂરવઠો ખોરવાયો છે. હાલ આ રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ થયો હોવાની વિગતો મળી છે. આ ઉપરાંત વરસાદના કારણે સિવિલ હોસ્પિટલમાં પણ વૃક્ષ નમી ગયું હોવાની વિગત મળી છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='26896,26898,26900,26899,26897']