વાંકાનેરમાં પણ બે ઈંચ જેટલો વરસાદ : ટંકારા એક ઇંચ મોરબી : અંતે આજે મેઘરાજાએ મોરબી જિલ્લા ઉપર હેત વરસાવવાનું શરૂ કર્યું છે, ગઈકાલે મોડીરાત્રીથી શરૂ થયેલ વરસાદ યથાવત રહેતા બપોરે ચાર વાગ્યા સુધીમાં મોરબીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ અને ટંકારામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં ગઈકાલે મોડીરાત્રીથી વરસાદ ધીમી ધારે વરસવાનું શરૂ થયા બાદ અવિરત મેઘકૃપા ચાલુ રહેતા બપોરે ચાર વાગ્યા સુધીમાં મોરબીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ટંકારામાં એક ઇંચ, હળવદમાં અડધો ઇંચ અને માળીયા મિયાણામાં ૭ મિમી વરસાદ નોંધાયો હતો.જયારે મહેન્દ્રનગર પાસે એક વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર મળે છે ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગતવર્ષે સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લામાં નોંધાયો હતો જ્યારે ચાલુ વર્ષે મોસમનો કુલ વરસાદ હજુ માંડ સરેરાશ ૧૬ ઈંચ જેટલો થયો છે જેમાં ટંકારા તાલુકો ૧૫૫ મિમી વરસાદ સાથે જિલ્લામાં મોખરે છે.સમગ્ર મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ હેત વરસાવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='26824,26825,26826']