મોરબી : હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા વસંતબા ઇન્દ્રસિંહ પરમાર . ઉ.વ. ૪૯ રહે. ગામ નવા દેવળીયા વાળા માનસીક અસ્થિરતાના કારણે પોતાના ઘરે એસીડ પી જતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. જયારે વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના માંગયા દુલાયાભાઈ આદીવાસી ઉવ-૧૨ ને ઝેરી જનાવર કરડી જતા મોત નીપજ્યું હતું.