મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા દલિત સમાજના સ્મશાન ખાતે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પાવન અવસરે કરવામાં આવેલા આ વૃક્ષારોપણના કાર્યમાં અનેક દલિત અગ્રણીઓ જોડાયા હતા. અષાઢી બીજનો પર્વ ધાર્મિક મહત્વ ધરાવે છે. આ અવસરે અનેક ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. ત્યારે દલિત સમાજના અગ્રણીઓએ આ દિવસે પર્યાવરણલક્ષી કાર્ય હાથ ધર્યું હતું. દલિત અગ્રણીઓએ અષાઢી બીજના પાવન અવસરે સામાકાંઠા વિસ્તારમાં આવેલા દલિત સમાજના સ્મશાનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ સેવકાર્યમાં અનેક દલિત સમાજના અરવિંદભાઈ બોસીયા, રાજુભાઈ સોલંકી સહિતના અગ્રણીઓ હોંશભેર જોડાયા હતા.