મોરબી : મોરબીના પંચાસર ગામે દીકરાની સગાઈમાં ગેરહાજર રહેનાર મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આરોપી તેમજ તેની મદદગારી કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં પંચાસર ગામે રહેતા જનકબા નાથુભા ઝાલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેમના જ ગામના રાજેન્દ્રસિંહ કેશુભા ઝાલાના દીકરાના લગ્નમાં ગેરહાજર રહ્યા હોવાથી રાજેન્દ્રસિંહે ઘરે ધસી આવી ગાળો ભાંડીને ચોટલો પકડ્યો હતો. જેના કારણે તેઓ પડી જતા ઈજાઓ પહોંચી હતી. ઉપરાંત રાજેન્દ્રસિંહે તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહિલાએ રાજેન્દ્રસિંહ અને તેમની મદદગારી કરનાર વિક્રમસિંહ કેશુભા ઝાલા સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.