મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બે બોટલ પકડાઈ હતી. પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ભડિયાદ ગામે આવેલા સોવારિયા વિસ્તારના રહેણાંક મકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ. ૬૦૦ પકડી પાડી હતી. આ મામલે પોલીસે જગદીશ ઉર્ફે જગો જેશીંગભાઈ કોળી સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]