ટેન્કર ચાલકે ટ્રકને પાછળથી ઠોકર મારતા અકસ્માત સર્જાયો માળીયા : માળીયા હાઇવે પર હરિપર ગામની ગોળાઈ નજીક ટેન્કર ચાલકે આગળ જઈ રહેલા ટ્રકને પાછળથી ટક્કર મારતા ટ્રક ડ્રાઇવરનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો માળીયા મિયાણા નેશનલ હાઇવે પર હરિપર ગામની ગોળાઈ નજીક ટેન્કર ચાલક કમલસીંગ જેઠુસીંગ રાજપુરોહિત રહે.બાલાસર તા.સીવ જી.બાડમેર રાજસ્થાન વાળાએ બે ફિકરાઈથી પોતાનું ટેન્કર ચલાવી ટ્રકની પાછળ ભટકાવતા ટ્રક ચાલક જગદીશસીંગ ભગવાનસીંગ રાજપુરોહિત રહે.બાલાસર તા.સીવ જી.બાડમેર રાજસ્થાન વાળાને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલક કમલસીંગ જેઠુસીંગ રાજપુરોહિતનું મોત નીપજ્યું હતું એ મામલે ટ્રક ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.