મોરબી : મોરબીના રામધન આશ્રમમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સવારે ધ્વજા રોપણ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મહાપ્રસાદ, પાઠ તેમજ સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતો લાભ લીધો. આ શુભ પ્રસંગનાં મુખ્ય યજમાન મનસુખભાઈ શેરશીયા હાજર રહ્યા હતા. તેમજ રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરીયનાં સાનિધ્યમાં ભકતોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.