મોરબી : મોરબીમાં રહેતું લહેરુ દંપતિ યુએસએ અને કેનેડા જઇ રહ્યું છે. ત્યારે આગામી તા. ૧૫ને રવિવારના રોજ નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે તેઓના શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ડો. બી.કે. લહેરુ અને તેમની ધર્મપત્ની ઉર્મિલાબેન લહેરુ આગામી તા.૨૩ જુલાઈના રોજ કેનેડા અને યુએસએ પ્રવાસે જવાના છે. જેથી નવલખી રોડ પર આવેલા પરશુરામધામ ખાતે આગામી તા. ૧૫ને રવિવારના રોજ સાંજે ૬ કલાકે લહેરુ દંપતીના શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ભોજન સમારોહનું પણ આયોજન કરાયું છે. મોરબીના પરશુરામધામમાં રવિવારે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન મોરબી : મોરબીના પરશુરામધામ ખાતે આવતીકાલે તા.૧૫ને રવિવારના રોજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પરશુરામધામ ખાતે દર રવિવારે મહાપ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કાલે તા. ૧૫ને રવિવારે પરશુરામ ભગવાનની મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભુદેવ સમાજને પરશુરામધામ ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા તેમજ પરશુરામ યુવા ગ્રુપના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ જોશીએ નિમંત્રણ પાઠવ્યું છે.