મુસાફરના સ્વાંગમાં આવેલા લૂંટારુઓએ ફાકી ખવડાવી બેભાન બનાવી લૂંટ ચલાવી રાજકોટ : વાંકાનેરના ઇકો ચાલકને મુસાફરોના સ્વાંગ આવેલા લૂંટારુઓ ફાકી ખવડાવી બેભાન બનાવી લૂંટી જતા ઇકો ચાલકને ફાકી રૂ. ૩૧,૫૦૦ માં પડી હતી. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ઘીયાવાડ ગામે રહેતા અને ઇકો કાર ચલાવતા રાહુલ અરજણભાઈ ખોડા ઉ. ૧૯ ગઈકાલે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીએ મુસાફરો ભરવા ઉભો હતો ત્યારે બે લૂંટારું શખસો મુસાફર બનીને આવ્યા હતા અને સરધાર જવા માટે રૂ.૧૦૦૦ માં કાર ભાડે કરી હતી. દરમિયાન આ શખ્સોએ એક મુસાફર હજુ આવે છે તેની રાહ જોવી પડશે કહી ઇકો ચાલકને કાચી ૧૩૫ ફાકી ખવડાવી હતી અને ફાકી ખાતા જ આ યુવાન બેભાન બની ગયો હતો. વધુમાં ઇકો ચાલક ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી હતી કે રૂ.૧૦૦૦ રોકડા અને ચાંદીનું કડું સહિતની ૩૧,૫૦૦ ની માલમતા લૂંટાઈ ગઈ છે, આ બનાવ સંદર્ભે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે અને પોલીસે મુસાફરના સ્વાંગમાં આવેલ લૂંટારું ગઠિયાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.