ટંકારા : આવતીકાલે યોજાનારી અષાઢી બીજની રથયાત્રાને લઈને ટંકારા પી.એસ.આઈ એમ.બી. ચૌધરીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં અષાઢી બીજની રથયાત્રાને ધ્યાનમાં રાખીને ફોજદાર એમ. બી ચૌધરીની આગેવાની હેઠળ શાંતિ સમિતિની બેઠક મળી હતી અને કાર્યકમને લઈ રૂટ સંખ્યા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. આ તકે ૧૬ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા. જેમા પટેલ સમાજના રશિક દુબરીયા માજી પ્રમુખ ભુપત ગોધાણી સરપંચ કાનાભાઈ સંધી સમાજના ઈભુભાઈ ઈશાભાઈ. સાધુ સમાજના મુકેશભાઈ સહીત મોહન મંગાભાઈ રમેશ ગેડીયા, હમીરભાઇ ભરવાડ સહિતના હાજર રહ્યા હતા.