વીરપુર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ : વીરપુર પોલીસે આરોપીને રાજકોટથી ઝડપી લોધો રાજકોટ : મોરબીમાં રહેતી અને કેટરિંગનો વ્યવસાય કરતી પરણિત મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજરનાર રાજકોટના ઇકોચાલકની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતી પરણિત મહિલા પર વિરપુરના ગેસ્ટ હાઉસમાં બળાત્કાર અંગે વીરપુરમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં રાજકોટના ઇકો ચાલક દ્વારા આ મહિલા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન વીરપુર પોલીસે આ દુષ્કર્મ મામલે જીગ્નેશ ઉર્ફે ગોપાલ સરપદડીયા નામના ઇકો ચાલકની ધરપકડ કરી છે અને આ અગાઉ આરોપીએ વીરપુર ઉપરાંત પોરબંદર, અજમેર, ચોટીલા અને બહુચરાજી સહિતના સ્થળોએ પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવ્યું છે.