મોરબી : મોરબીના બગથળા ગામે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત પાટીદાર સમાજ વાડીના લોકાપર્ણ સમારોહનું તા. ૧૫ ને રવિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે આયોજન કરવામાં આવ્યું છે. બગથળાના સેવાભાવીઓના આર્થિક યોગદાન, બગથળા સ્થિત પાટીદારોના શ્રમયજ્ઞ, સમયદાન અને ગામ પ્રત્યેની સમર્પણ ભાવનાના ફળસ્વરૂપે બગથળા ગામે પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત પાટીદાર સમાજવાડીનો લોકાર્પણ સમારોહ આગામી તા.૧૫ને રવીવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે યોજાનાર છે. સમારોહમાં દીપ પ્રાગટ્ય અને આશીર્વચન પાઠવવા બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત ઉપસ્થીત રહેશે. પ્રાસંગિક ઉદબોધન મોરબીના બાળરોગ નિષ્ણાંત ડો. સતીશ પટેલ કરશે. સમારોહને સફળ બનાવવા પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ બગથળાના પ્રમુખ દિલીપ ચંદ્રાસલા અને મંત્રી વિમલ મેરજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.