અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટનું આયોજન મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આગામી તા.૨ ઓગસ્ટના રોજ રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરતા રામ રહીમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૨ ઓગસ્ટને ગુરુવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પ સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન યોજાનાર છે. આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉમટી પડી જરૂરીયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા માટે આહવાન કરવામાં આવ્યું છે.