વાંકાનેર : વાંકાનેરના શક્તિપરા વિસ્તારમાં ગઈકાલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલતા તલવાર ઉડી હતી અને આ ઘટનામાં બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના શક્તિપરામ ગઈકાલે બપોરે શૈલેષ, જીતો અને ગડેધરીયા નામના ત્રણ શખ્સોએ જાનમહમદભાઈ જુમાભાઈ માંડવાણી ઉ. ૪૨ અને દેવુબેન અબ્દુલભાઇ સંધી ઉ.૩૫ ઉપર તલવાર વડે હુમલો કરતા બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં બન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે અને ઘટના અંગે રાજકોટ પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરી વધુ તપાસ માટે વાંકાનેર પોલીસને મોકલ્યા હોવાનું જાણવા મળ્યું છે.