ટંકારા : ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો છે. સામુહિક કેન્દ્રમાં આગ લાગતા સરકારી કાગળો તેમજ કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો મળી છે. ટંકારામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આગ લાગી હતી. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાગેલી આ આગે જોત જોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લેતા સરકારી કાગળો અને કોમ્પ્યુટર બળીને ખાખ થઈ જવા પામ્યા છે. સામુહિક કેન્દ્રમાં લાગેલી આગ પાછળ શોટ સર્કિટ કારણભૂત હોવાનું પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જેના કારણે દર્દીઓમાં ભયનો માહોલ છવાયો હતો. અંતે આગ કાબુમાં આવતા દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ મામલે પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે.