રથયાત્રાના સમગ્ર રૂટનું બારીકાઈ ભર્યું નિરીક્ષણ મોરબી : આગામી તા. ૧૪ ના રોજ અષાઢીબીજના પાવન અવસરે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાનાર હોય આજે એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમસ્ત ભરવાડ સમાજ, રબારી સમાજ અને અન્ય સમાજના આસ્થાના પ્રતિક એવા મોરબીના માં મચ્છુ માતાજીના મંદિર ખાતે દર અષાઢી બીજ વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આગામી ૧૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા રૂટનું આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અષાઢી બીજની રથયાત્રા દરબારગઢ ખાતે મચ્છુ માતાજીના મંદિરથી શરૂ થઈ સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરુગેટ ચોકથી ગ્રીનચોક થઈ પુનઃ મંદિર ખાતે પહોચશે જ્યાં સમાપન થશે. જે અંતર્ગત આજે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='26493,26494,26495']