રોડ રોમિયો, ધૂમ બાઇક સવારો છુંમંતર : ટ્રાફિક પ્રશ્ન હળવો બનાવાની કામગીરીથી શહેરીજનોમાં આનંદ મોરબી : વાંકાનેર તાલુકા પોલીસે નિયમિત ફૂટ પેટ્રોલિંગ કરતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા છેલ્લા પાંચેક દિવસથી નિયમિત ફૂટ પેટ્રોલિંગ શરૂ કરાતા ગુન્હેગારો અને ગઠિયા દાદાઓ ભો ભીતર થઈ ગયા છે.મોરબી એ- ડિવિઝન પીઆઇ ચૌધરી, પીએસઆઇ ગોસાઈ, એમ.વી.પટેલ અને શુકલા સહિતની ટીમ દ્વારા છેલ્લા પાંચેક દિવસથી પોલીસ મથકના જુદા -જુદા વિસ્તારોમાં નિયમિત પણે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરતાં જાદુઈ અસર રૂપે રોફ જાળતા શેરી - ગલીના ગઠિયા દાદા અને લુખ્ખા તત્વો ગાયબ થવા લાગ્યા છે, બીજી તરફ ફૂટપેટ્રોલિંગના કારણે રસ્તા ઉપર આડેધડ પાર્કિંગ થતા વાહનો સામે પણ કાર્યવાહીથી આડેધડ પાર્ક કરનારા વાહનચાલકો પણ સચેત બન્યા છે. નોંધનીય છે કે નિયમિત ફૂટપેટ્રોલિંગના કારણે પોલીસની હાજરી વધતા ધૂમ સ્ટાઇલ બાઇક લઈને ફરતા ટપોરીઓનો ત્રાસ ઘટ્યો છે એ જ રીતે રસ્તે પસાર થતી બહેન દીકરીઓની છેડતી કરતા રોડ રોમિયો પણ પોલીસના ડરથી ડાહ્યા ડમરા બની જતા શહેરીજનોમાં આનંદની સાથે રાહતની લાગણી જન્મી છે.