ગુજરાત પોલીસના ૪૨ કોન્સ્ટેબલની સ્વવિનંતીથી બદલી મોરબી : મોરબીના ત્રણ પોલીસ કોન્સ્ટેબલની સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે. આ ત્રણ પોલીસ કોન્સ્ટેબલની અન્ય શહેરોમાં બદલી થઈ છે. જેની સામે અન્ય શહેરોમાંથી બે કોન્સ્ટેબલને મોરબીમાં મુકવામાં આવ્યા છે. ગુજરાત પોલીસના ૪૨ કોન્સ્ટેબલની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામદાન ભરતદાન બારહટની અમદાવાદ શહેર , મયુરભાઈ ઓધવજીભાઈ ઝાપડીયાની રાજકોટ ગ્રામ્ય અને હેમલતાબેન પ્રીતેશભાઈ ચૌધરીની તાપી- વ્યારા ખાતે સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ મનુભાઈ ઉસડા તેમજ અમદાવાદ શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈકબાલભાઈ ઇસ્માઇલભાઈ સુમરાની સ્વવિનંતીથી મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.