લજાઈ નજીક આવેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઇ ભવ્ય ઓપનિંગ સેરેમની મોરબી : જાણીતા ક્રિકેટર ઇરફાન પઠાણ આજ રોજ મોરબી પધાર્યા હતા. મોરબીમાં ઈરફાન પઠાણના હસ્તે ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સનું ઉદ્દઘાટન કરવામાં કરવામાં . આ ઓપનિંગ સેરેમનીમાં બહોળી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. મોરબી નજીક હડમતીયા રોડ પર લજાઈ ચોકડી પાસે આવેલી ઇલાઈટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કેપ ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ શરૂ થવા કરવામાં આવી છે. જેમાં ઉભરતા ક્રિકેટરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે. ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સનું ઉદ્દઘાટન જાણીતા ક્રિકેટર ઈરફાન પઠાણના હસ્તે કરવામાં આવ્યું હતું. ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ દ્વારા હાલ ૧૨ શહેરો દિલ્લી, કોટા, પટના, મોરબી, નોએડા, બેંગ્લોર, રાજકોટ, સુરત, સોનિપાત, પોર્ટ બ્લેયર, રાયપુર અને લુણાવાડા ખાતે બ્રાન્ચ કાર્યરત છે. ઉપરાંત લુધિયાણા, મૈનપુરી, શ્રી રામપુર, મૈસુર, પુણે, ઇન્દોર, ભોપાલ, જાલંધર અને અમૃતસર સહિતના ૨૦ શહેરોમાં બ્રાન્ચ કાર્યરત કરવામાં આવશે. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='26471,26472,26473']