કવિ હૃદય નાયબ મામલતદાર પંકાજદાન ગઢવીએ મેઘરાજાને વિનંતી રૂપે સુંદર કવિતા લખી મોરબી : જૂન આખો વીત્યા બાદ જુલાઈ માસના અગિયાર - અગિયાર દિવસ કોરા ધાકોડ વીતી જતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે તો જળાશયો તળિયા ઝાટક થતા શહેરીજનો પણ ચિંતાતુર બન્યા છે આ કપરી પરિસ્થિતિમાં મોરબી કલેકટર કચેરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કવિ હદય પંકાજદાનભાઈ ગઢવીએ રિસાયેલા મેઘરાજાને મનાવવા સુંદર મજાની કવિતા લખી છે. પંકાજદાનભાઈ ગઢવીના જ શબ્દોમાં આલેખાયેલી કવિતા જોઈએ તો.. જરૂર છે...... અલગારી....મેઘની ધીમી ધારે શુ વરસે છે...વાલા...મેઘ છો તું...મઝધાર બનીને આવને, સુકાઈ ગયેલ આ નિમ્ન ગામીની..ની...નાડીઓ ફરીથી...છલકાવને... અમર છે આશા..તુજ પર..વ્હાલ આ જગ ના તાત ને...તારી રહેમ બતાવને... બુંદ બુંદ માટે વલખા મારતા આ જીવ પર..હવે..થોડી કૃપા દ્રષ્ટિ ઉતાર ને... ન બનીશ તું આળસુ... મુજ જેવો..આ મોસમ છે તારી...વ્હાલા જટ દોડીને આવને... શુ કરવી પડે તારા આગમનની આગાહી અમારે...કુદરત છે...તું..કરામત બતાવને... તારી જરૂર અમિર, ગરીબ સૌ કોઈને...એક દિશાએથી નહિ...ચારે કોરથી આવને... તું નથી તો કઈ જ નથી.. 'પંકજદાન' ક્ષણે..ક્ષણે..આભ તરફ નજર છે...અમારી હવે..વધુ મોડું કરમાં...તું જ સર્વસ્વ છે... એવી.. 'અલગારી'...પ્રતીતિ મુજને કરાવને.... ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં ભારે વ્યસ્ત હોવા છતાં માં સરસ્વતી જેમની જીભ પર વસે છે તેવા ગઢવી સમાજના નાયબ મામલતદાર પંકજદાનભાઈ બી.ગઢવીએ સુંદર વાક્ય રચનામાં કાવ્યનું સર્જન કરી કવિરાજની ઉપમા જાળવી રાખી છે.