લખધીરનગર ખાતે આવેલા સીંધોઇધામમાં નાટક, શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબી : મોરબીના લખધીરનગરમાં આવેલા બરાસરા પરિવારના કુળદેવી સીંધોઇ માતાજીના મંદિરે આગામી તા. ૧૪ને શનિવારના રોજ ચતુર્થ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાટક, શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. બરાસરા પરિવારના આસ્થાના કેન્દ્ર સમાં લખધીરનગરના સીંધોઇધામ ખાતે આગામી તાં ૧૪ને શનિવારના રોજ સીંધોઇ માતાજીનો ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં તા. ૧૩ના રોજ જામજોધપૂરના નામાંકિત કલાકારો દ્વારા મા બાપને ભૂલશો નહિ નાટક રાત્રે ૯ કલાકે ભજવવામાં આવશે. તા.૧૪ના રોજ સવારે ૮ થી ૧૦:૩૦ દરમિયાન શોભાયાત્રા નીકળશે. બાદમા શાસ્ત્રી જગદીશ મહારાજના આચાર્ય પદે યજ્ઞ કરવામાં આવશે. માતાજીના યજ્ઞના યજમાન પદે કાંતિલાલ પ્રભુભાઈ બરાસરા, પ્રવીણભાઈ પ્રભુભાઈ બરાસરા, વિજયભાઈ નંદલાલભાઈ બરાસરા, રમેશભાઈ વાલજીભાઈ બરાસરા, કલ્પેનભાઈ વાલજીભાઈ બરાસરા રહેશે. મહાપ્રસાદના દાતા તરીકે પ્રભુભાઈ મકનભાઈ બરાસરા અને વાલજીભાઈ મકનભાઈ બરાસરા રહ્યા છે. તા.૧૪ના રોજ બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત બરાસરા પરિવારને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે ધનજીભાઈ બરાસરા મો.નં. ૯૮૨૫૭ ૭૫૬૦૯ રવજીભાઈ બરાસરા મો.નં. ૯૭૧૨૮ ૦૦૧૦૨, મગનભાઈ બરાસરા મો.નં. ૯૭૨૬૦ ૪૭૩૭૪, નરેન્દ્રભાઈ બરાસરા મો.નં. ૯૭૨૭૯ ૨૨૪૫૯, બેચરભાઈ બરાસરા મો.નં. ૯૮૨૫૪ ૯૫૪૮૯ અને કાંતિલાલ બરાસરા મો.નં. ૯૮૨૫૨ ૨૩૨૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.