મોરબી : મોરબીના ગાળા ગામ નજીક આવેલ સીરામીક એકમમાં એક શ્રમિકે અન્ય શ્રમિક યુવાનના ગુદાના ભાગમાં કમપ્રેશર વડે હવા ભરી દેતા શ્રમિક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ શ્રમિક યુવાનને સારવાર આપવામાં આવી રહી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ ગાળા ગામ નજીક આવેલ સંગમ સીરામીક નામના એકમમાં મજૂરી કામ કરતો લક્કી તેજરામ સીનમ ઉ.વ.૨૩ નામનો પરપ્રાંતીય શ્રમિક ધૂળથી ભરાઈ ગયો હોય, તેને પોતાની સાથે કામ કરતા મિત્ર શ્રમિકને કમ્પ્રેશર વડે શરીરના પાછળના ભાગે હવા મારી બેઠક સાફ કરવાનું કહ્યું હતું. પરંતુ મિત્રએ પાછળના ભાગે ગુંદામાં કમ્પ્રેશર વડે ભરતા લક્કીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે જાણ થતાં તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.