મોરબી : ગુજરાત મહિલા આયોગ તથા મહિલા સામખ્ય સયુંકત સંચાલીત નારી અદાલત મોરબી દ્રારા મહિલાઓને કાયદીય માહિતી મળે તે માટે તા ૧૨ને ગુરૂવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે નગરપાલીકા ટાઉનહોલ મોરબી ખાતે જાગૃતિ શીબીરનું આયોજન કરવામાં આવેલ છે. આ શીબીરમાં ગુજરાત રાજય મહિલા આયોગ ગાંધીનગરના અધ્યક્ષા લીલાબેન બી. અંકોલીયા મોરબી જિલ્લા કલેકટર આર.જે માકડીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા ગાંધીનગરના અધીક કલેકટર વિણાબેન પટેલ તેમજ ૧૮૧ હેલ્પ લાઇન, આઇ.સી.ડી.એસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી બહેનોને સ્વાસ્થ્, શિક્ષણ અને મિલકત અધિકારો વિશેની માહિતી સહિત કાયદાકીય માહિતી આપવામાં આવશે. જેથી આ શીબીરમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી માહિતી મેળવે તેમ નારી અદાલત તાલુકા કો.-ઓર્ડીનેટર મહિલા સામખ્યના જાગૃતિબેન કણસાગરાની યાદીમાં જણાવેલ છે.