એ ડિવિઝન પોલીસે બે અલગ - અલગ કંપનીના મોબાઈલ સાથે શખ્સને હીરાસતમાં લીધો મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે આજે બાતમીના આધારે ગાંધીચોકમાં બિલ વગરના મોબાઈલ વેચવાની કોશિશ કરી રહેલા શખ્સને રૂપિયા ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ ટીમ મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા ના પાલન માટે અષાઢીબીજ રથયાત્રા અનુસંધાને પેટ્રોલીગ મા હતા તે દરમ્યાન પીએસઆઇ એમ.વી.૫ટેલને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે ગાંધી ચોકમા લીલા કલરનુ ટી શર્ટ પહેરેલ ઇસમ બિલ વગર ના મોબાઇલ વેચી રહ્યો છે. ચોક્કસ બાતમીને પગલે સર્વેલન્સ ટીમે હકિકત વાળી જગ્યા એ ગાંધી ચોકમાથી વર્ણનવાળો ઇસમ મળી આવતા તેનુ નામ સરનામુ પુછતા પોતાનુ નામ કિશનભાઇ બાબુભાઇ સીંધવ, ઉ.૨૦ રહે.મોરબી કંડલા બાયપાસ દુર્લભ પાર્ટી પ્લોટ સામે ઝૂપડા વાળો હોવાનુ જણાવ્યુ હતું તેને ચેક કરતા તેના હાથમા બે એન્ડ્રોઇડ મોબાઇલ હતા જેમાં એક મોબાઇલ ઓપો કંપની તેમજ બીજો મોબાઇલ એમ.આઇ.કંપનીનો હતો. આ ઇસમ મોબાઇલ ના બિલ કે આધાર પુરાવા હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવેલ અને આ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી. ઉપરાંત શંકાસ્પદ ઇસમ ફર્યું ફર્યુ બોલતો હોય પોલીસે મોબાઇલ નંગ-ર કોઇ છળ કે ચોરી થી મેળવેલનુ જણાતુ હોય મોબાઇલ નંગ-ર ની કિ. રૂ.૧૦૦૦૦ ને શક પડતી મિલકત ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ પંચનામા ની વિગતે કબ્જે કરી આરોપીને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ હતી. પોલીસની આ સફળ કામગીરી પીએસસાઈ એમ.વી.પટેલ HC આર.બી. કડીવાર, કિશોરભાઇ મિચાત્રા, એચ.આર.ગામેતી, PC નિર્મળસિહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, રવિરાજસિહ ઝાલા, ભરતભાઇ ખાંભરા તથા શેખાભાઇ મોરી વિગેરેએ કરી હતી.