વરિયા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમા નકલંકધામમાં ૨૬મીએ સંતવાણી તેમજ ૨૭મીએ મહાપ્રસાદનું આયોજન હડમતિયા : ટંકારાના હડમતીયામાં આવેલા વરિયા પ્રજાપતિ સમાજના આસ્થામાં કેન્દ્ર સમાં નકલંકધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી ૨૬મીએ રાત્રે સંતવાણી અને ૨૭મીએ સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ માટે સમૂહ પ્રસાદ યોજાશે. સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂદ્વારા અને આસ્થાનું કેન્દ્ર અને ગુરૂ પ્રેમદાસબાપુના સાનિધ્યમાં નકલંકધામ હડમતિયા મુકામે ગુરૂપૂર્ણીમાં મહોત્સવ અંતર્ગત ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે. સંતવાણી તા.૨૬ને ગુરૂવાર રાત્રે ૯-૩૦ કલાકે યોજાશે. જેમાં સુરેન્દ્રનગરના પરેશભાઈ પ્રજાપતિ, મોરબીના અશ્વિનભાઈ બરાસરા અને રાજકોટના અક્ષયભાઈ પ્રજાપતિ સહિતના કલાકારો ધૂન અને ભજનની રમઝટ બોલાવશે. તા. ૨૭ ને શુક્રવારના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે બપોરે ૧૧:૩૦ કલાકે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ માટે મહાપ્રસાદ યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાવા સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજને પૂ.મેહુલદાસજી બાપૂ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.