પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારોહ યોજાયો મોરબી : મોરબીની જાણીતી પાટીદારધામ સંસ્થા દ્વારા ત્રિવિધ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી જિલ્લાના તમામ સેવાકીય ટ્રસ્ટો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, શ્રેષ્ઠીઓ તેમજ તેજસ્વી છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ રહી હતી. પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારોહનું શનાળાની પટેલ સમાજ વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી જિલ્લાની પાટીદાર સમાજની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, ગ્લેજ એસોસિએશનના પ્રમુખો, ઉદ્યોગપતિઓ, દાતાઓ તેમજ બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્રિવિધ સન્માન સમારોહને સફળ બનાવવા પાટીદારધામ તેમજ પાટીદાર યુથ કલબ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાર્થીઓ, વાલીઓ તેમજ બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='26338,26339,26340,26341,26342,26337']