ત્રિલોકનગરમાં આઠ દિવસથી પીડાતી ગાયની સારવાર સુશ્રુષા કરી ટંકારા : આજે બીમારીથી પીડાતા નિઃસહાય લોકોની સારવાર કરાવવાનો પણ લોકોને ટાઈમ નથી ત્યારે ટંકારાના મુસ્લિમ યુવાનોએ માનવતા મહેકાવી છેલ્લા આઠ દિવસથી દર્દથી પીડાતી ગાયના પગમાંથી ખીલી કાઢી ગાયની સારવાર સુશ્રુષા કરી હતી. ટંકારાના ત્રિલોકનગરમાં છેલ્લા આઠેક દિવસથી એક ગાયના પગમાં ખીલી વાગતા ગાયને અસહ્ય વેદના થતી અને બરાબર ચાલી શકતી પણ ન હતી, આ વાતની જાણ થતાં મુસ્લિમ યુવાનો દ્વારા ગાયની સારવાર કરવા નક્કી કર્યું હતું. બાદમાં આજે ત્રિલોકનગરમાં મુસ્લિમ યુવાનો દ્વારા ગાયના પગમાં ખૂંચી ગયેલી લોખંડની ખીલી દૂર કરી ગાયને વેદનામાંથી રાહત આપી માનવતા મહેકાવી હતી.