મોરબી : મોરબીમાં આજે સવારથી ધીમી ધારે વરસાદનું શરૂ થયો છે. જેના કારણે લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાથના કરી રહ્યા છે. ગઈકાલે રાત્રે પણ છુટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. લાઈટ ગુલ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં લોકોમાં મેઘરાજાના આગમનની ખુશી જોવા મળી હતી.