પાંચ તબીબોનું શાલ ઓઢાડી અને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરાયું મોરબી : મોરબીમાં લક્ષ્મીનગર ગામે આવેલા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો છઠો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્થિતમાં મોરબીના પાંચ ડોકટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલા સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રનો છઠો સ્થાપના દિન ઉજવાયો હતો. આ પ્રસંગે સંત ભાવેશવરીબેન, મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, જે.પી. જશાણી, બાલકૃષ્ણભાઈ વિરસિડિયા, તરકભાઈ લુહાર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. જ્યારે આ સંસ્થાના સંચાલક હાતિમ રંગવાલાએ સંસ્થાનું કાર્યક્ષેત્ર અને પ્રોગ્રામ અંગેની માહિતી આપી હતી. આ તકે સંસ્થામાં સેવામાં આવતા મોરબીના પાંચ ડોક્ટરો ડો. વિજયકુમાર કાનાણી, ડો. હેમલભાઈ પટેલ, ડો. પરાગભાઈ પારેખ, ડો. સી.પી. ચત્રોલા અને ડૉ. હસમુખભાઈ સવસાણીને શાલ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.