મોરબી : વાંકાનેરના વેલનાથપરામાં રહેતો યુવાન માહિકા ગામે તેમના માસીના દીકરાના ઘરે દાદરા ઉપરથી પડી જતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર વેલનાથપરા વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ ટપુભાઈ દેગામા, ઉ. ૨૭, વાંકાનેર તાલુકાના મહિકા ગામે તેમના માસીના દિકરાના ઘરે ગયા હતા ત્યારે અકસ્માતે દાદરા પરથી પડી જતા સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર કારગત ન નિવડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.