ગંદકીથી ખદબદતા નાલાના કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી જવાની ભીતિ મોરબી : મોરબીમાં ગઢનીરાંગ વિસ્તારમાં આવેલુ નાલુ ગંદકીથી ખદબદી રહ્યું છે. સમસ્યા છે ચોમાસામાં વરસાદના કારણે આ ગંદકીથી રોગચાળો ફેલાવાની ભીતિ હોવાથી આ બાબતે સ્થાનિકોએ પાલિકા તંત્રને રજૂઆત કરી આ પ્રશ્ન ઉકેલવાની માંગ ઉઠાવી છે. મોરબીના ગઢની રાંગ વિસ્તારના સ્થાનિકોએ પાલિકા તંત્રને રજૂઆત કરી હતી કે તેઓના વિસ્તારમાં આવેલું નાલું ગંદકીથી ખદબદી રહ્યું છે. અગાઉ પાલિકા દ્વારા આ નાલામાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સફાઈ કરવામાં ન આવતા આ નાલામાં ભારે ગંદકી જામી છે. વધુમાં જણાવાયું કે ચોમાસા દરમીયાન વધુ વરસાદ આવવાથી નાલામાં કચરો હોવાના કારણે લોકોના ઘરમાં પાણી ભરાશે. ઉપરાંત આ નાલાની ગંદકી લોકોના ઘર સુધી પહોંચશે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઉદ્દભવશે જેથી આ નાલાની સફાઈ કરવામાં આવે તેવી માંગ છે.