મોરબી : મોરબીના જુના બેલા ગામેથી એસઓજીની ટીમેં એક શખ્સને ગેરકાયદેસર બંદૂક સાથે ઝડપી પાડી તેની સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના જુના બેલા ( આમરણ) ગામે એસઓજીની ટીમેં હૈદર હસનભાઈ કટિયા ઉ.વ.૨૨ રહે. જુના બેલા તા.મોરબી વાળાને દેશી બનાવટની બંદૂક કિંમત રૂ. ૫ હજાર સાથે પકડી પાડ્યો હતો. શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.