મોરબી : આજ રોજ 1 જુલાઈના મોરબી જિલ્લાનાં ઉદ્યોગપતિ અને રાજકીય અગ્રણી રઘુભાઈ ગડારાનો જન્મદિવસ છે. આમરણ ગામના સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મી હીરા ઘસવા સાથે તનતોડ મેહનત કરી આજે મોરબીનાં અગ્રણી ઉદ્યોગપતિઓની હરોળમાં બિરજતા મોરબી, નવસારી, સુરત, મુબઈ, નાગપુર સહિતના શહેરોમાં ઉદ્યોગની ધુરા સંભાળવા સાથેસાથે ઉત્તરોતર પ્રગતિની હરણફાળ ભરતા અને રાજકીય ક્ષેત્રમાં ૩૧ વર્ષ પેહલા એક કાર્યકર તરીકે સક્રિય બની ટંકારા-પડધરી, મોરબી-માળિયા, અને ધોલ –જોડિયા તાલુકામાં વિધાનસભા ચુટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ટંકારા વિધાનસભા સીટ પર જીતાડી મુખ્યમંત્રી ખુરશી સુધી પહોંચાડનાર રઘુભાઈ ગડારા મોરબીની ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી અદકેરું અને આદરભયું સ્થાન ધરાવે છે. રઘુભાઈ ગડારા બોર્ડ-નિગમોમાં સેવા આપી ચુક્યા છે. હાલ ભાજપમાં મોરબી જિલ્લાના તમામ સહ હોદ્દેદારોના માનીતા જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. સીધા, સાદા, સરળ રઘુભાઈ દરેક મિત્રને ગાઈડ માને છે. દરેક લોકોને ઉપયોગી થવાની ભાવના ધરાવતા છે ત્યારે આજ રોજ રઘુભાઈ જીવનના 62 વર્ષ પૂર્ણ કરી ચુક્યા છે અને સદા તેઓ સ્વસ્થ અને સુખી રહે અને વધુમાં વધુ પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામના મોરબી અપડેટ પાઠવી રહ્યું છે. આજ સવારથી રઘુભાઈનાં મોબાઈલ નં. ૯૮૨૫૭૫૮૧૨૩ મિત્રો, સામાજિક રાજકીય અગ્રણીઓ અને પરિવારનાં સભ્યો શુભેચ્છા વરસાવી રહ્યા છે.