મોરબીના ઘુંટુ ગામે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવી રૂ.૫ લાખની ચોરી કરી

- text


મોરબી : મોરબીના ઘુંટુ ગામે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બે મકાનોના તાળા તોડી રોકડ અને દાગીના મળીને કુલ રૂ.૫ લાખના મુદામાલની તસ્કરી કરી હતી.

મોરબીના ઘુંટુ ગામે તસ્કરોએ ગત રાત્રે હાથ સાફ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં લાઈટ ન હોવાથી બે મકાનમાં પરિવારો અગાસી પર સુતા હતા. તે વેળાએ તસ્કરોએ ત્રાટકીને બન્ને મકાનને નિશાન બનાવ્યા હતા.

- text

તસ્કરોએ બન્ને મકાનમાંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ. ૫ લાખની ચોરી કરી હોવાની વિગતો મળી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા તેઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text